Margdarshan Gujarat Yatra is an AKHIL sutaria inspired movement for organising & screening motivational and inspirational video films free of cost for developing awareness and inspiring children, youth and women who live in tribal and interior areas of Gujarat State to improve the quality of lives.

ફ્યુચર ઓફ ઇન્ડીયા - Transforming the Nation

Download pdf broucher

Download eBrochure

અમે અખિલટીવી દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ.

વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે.

આધૂનિક પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલ અને મલ્ટીમીડીયા તેમજ પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ આધારીત આ એવો નિ:શુલ્ક કાર્યક્રમ છે કે જે દ્વારા કોલેજમાં ભણતા યુવાનોનું એવી યુવાશક્તિમાં રૂપાંતર થાય કે જેમના મનમા થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપ્ના સાકાર કરવાની તમન્ના હોય જેથી ભવિષ્યના ભારતને વર્તમાનની તુલનામાં વધુ સુવ્યવસ્થિત, સલામત, સુરક્ષિત અને સમૃધ્ધ બનાવી શકાય.

પ્રગતિ માટે પ્રેરણા અને પ્રશિક્ષણ દ્વારા પરિવર્તનશીલ બનવું હવે અનિવાર્ય છે. ભારત આપણો દેશ છે. ભારતના ભવિષ્યનો આધાર આપણી આજની વિચારધારા અને વર્તમાન વ્યવસ્થા પર છે. ભૂતકાળના પ્રસંગો અને અનુભવોને આધારે આજની વણસતી જતી પરિસ્થિતિને જો અંકૂશમાં લેવાનું કામ આપણે આજે નહિ કરીએ તો પ્રગતિને આડે આવતા અવરોધો નીચે કચડાઇ જશું. વિકાસશીલ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે પ્રગતિ તો કરવાની જ છે, પણ સાથે સાથે તમામ અવરોધો અને ભ્રષ્ટ વ્યવસ્થાને પણ દુરસ્ત કરવાની છે.

કાર્યક્રમની રૂપરેખા.

મુખ્ય મુદ્દાઓ –

First Aid

Health

Safety

Politics

Security

Economics

Finance

Industries

Civic Sense

Human Rights

Public Services

eCommerce

ચર્ચા, ચિંતન અને અમલીકરણ –

 માનવ જીવનના મૂળભૂત મૂલ્યો

 ભારતિય સંસ્કૃતિ અને તેનો વારસો

 સરળ અને સ્વાભાવિક જીવન

 સંતોષ અને આનંદ સભર જીવન

 વહિવટી તંત્ર અને તેની કામગીરી

 વ્યવહાર અને વ્યવસ્થા

 ધાર્મિકતા અને રાષ્ટ્રીયત

 બૌદ્ધીક, ભાવનાત્મક અને આદ્યાત્મિક શક્તિ

 નીતિ અને નિષ્ઠા.

 નીડરતા, નિર્ભયતા અને નમ્રતા.

 પરિણામ અને પરિશ્રમ.

 આવડત અને કૌશલ્ય

 સંકલન અને સમન્વય

 આધુનિકતા અને આદ્યાત્મિકત

 વૃધ્ધિ અને વિકાસ.

 અંગત, સામાજીક અને વ્યાવસાયિક જીવનનું સમતોલન.

 પારિવારિક અને સામાજીક સમસ્યાઓ અને તેના ઉકેલ.

 જાહેર જીવન અને વ્યાવસાયિક સમસ્યાઓ અને તેના ઉકેલ.

તાલીમ પધ્ધતિ –

  સ્થાનિક ચર્ચા સભા

  પુસ્તકો અને મલ્ટીમીડીયા ઉપકરણો

  વિડિયો ફિલ્મ

  જૂથ ચર્ચા

  પ્રત્યક્ષ પરિચય અને મુલાકાત

  પ્રશ્નોત્તરી.

કાર્યક્રમના આયોજન અને સંચાલન અંગે –

  • અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર, સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડ અને અન્ય એસેસરીઝ સાથે પેટ્રોલ અને સી.એન.જી પર ચાલનારી મલ્ટી મીડીયા મોબાઇલ વાન દ્વારા વલસાડથી આવીને તમારી કોલેજના યુવાનોને લાભ આપીશું.

  • દર સપ્તાહે ૨૦ થી ૨૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલ નજીક નજીકની વિવિધ સંસ્થાઓને સાંકળી લઇને દર સપ્તાહે કુલ ૧૨ થી ૧૬ જેટલા અન્ય ફિલ્મ શોનું સંચાલન કરવાની અમારી તૈયારી છે.

  • શનિવારે લોકસંપર્ક કર્યા બાદ રવિવાર અને સોમવાર દરમ્યાન પ્રવાસ કરીને અમે યાત્રા આગળ વધારીશું.

  • અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.

  • જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

  • જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

  • અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે કરવા વિનંતી કારણકે હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે.

  • ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ.

  • અમારી મારૂતિવાન માટે જરૂરીઆત મુજબ આવવા–જવાનું બળતણ, તમારી સાથે સાદું રોકાણ, સાત્વિક ભોજન અને આત્મિય મહેમાનગતિ એ જ અમારું મહેનતાણું.

  • તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તે આ નિઃશુલ્ક અભિયાનને આગળ ધપાવવા જરૂરી પેટ્રોલ અને સી.એન.જી ખરીદવા તેમજ સંદેશ વ્યવહાર માટે અમને ઉપયોગી થઇ પડશે.

તસવીરો –

કાર્યક્ષેત્ર / સંપર્કસૂત્રો

શુભેચ્છકો Well Wishers & Friends - Click here

Google Groups

Subscribe to માર્ગદર્શન

Email:

Visit this group